હિંદવા પીર રામદેવપીરે નિજિયા ધર્મનો કર્યો હતો પ્રચાર, નવમા નોરતે ચઢે છે નેજા

0
61
ramdevpir

ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી એટલે કે નવ દિવસ સુધી રામદેવપીરના નોરતા ઉજવવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવરપીરના નોરતા વિશેષ મહત્વ છે. ગુજરાતમાં આ દિવસોમાં રામદેવપીરનો હેલો સાંભળવામાં આવે છે. રામદેવપીરના ઘણાં જ લોકો નવ ઉપવાસ પણ કરે છે. નવમા દિવસે રામદેવપીરને લીલા નેજા ચઢાવે છે. રામદેવપીરના ભજનો ગણાય છે. સમગ્ર વાતાવરણમાં ભક્તિ સુર સાંભળવા મળે છે.
જ્યારે રાજસ્થાનમાં રામદેવરામાં મેળો ભરાય છે. ભક્તોના અસંખ્ય ઘસારાને કારણે રામદેવરા (રણુંજા)માં શ્રાવણ સુદ-15 થી મેળો શરૂ થઈ જાય છે. વિ.સં. 1461માં રામદેવપીર પોકરણમાં પ્રગટ થયા અને ચોપન વર્ષની ઉંમરે વિ.સં.1515ની સાલ, ભાદરવા સુદ-11ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા)માં રામાસરોવરની પાળે સમાધિ લીધી.marugujarat

રામા પીરે કર્યો હતો નિજીયા ધર્મનો પ્રચાર

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પુનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો, ગાદીપતિ- ધર્માધિકારીઓએ નિર્ણય કર્યો. સાધુ-સંતો, જતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે જેને જમા-જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નર-નારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે ઓળખાય છે.

એક સમયે પાર્વતીજીએ સદાશિવને પૂછયું,’પ્રભુ, કયો ધર્મપંથ મંગલકારી જેનાથી ઉરમાં શાંતિ થાય.’ શિવજીને પ્રસન્ન થઈને કહ્યું, – હે પાર્વતીજી, જેમ એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશ્રયે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થયા છે. આજે મહાધર્મ છે તેની વાત કરીએ, તો એક મતે જે નર-નારી રહેતાં હોય અને નિજિયા ધર્મે નિજારી હોય. સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું. તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે છે. તેમ છતાં નિદ્રાવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે છે. જેથી તેનું શરીર સચવાય છે, ને ફરી પાછો જાગૃત થાય છે ત્યારે તે ધર્મ-કર્મ કરે છે અને તેના વિચારો દૃઢ થતાં તે ભક્તિ-ભાવમાં રંગાય છે.

પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરી, ‘હે પ્રભુ, હવે આપ નિજીયા પંથ નિજારનું પાલન કરવાના નિયમો સમજાવો.’ ‘હે પાર્વતીજી, જે પુરુષ પરાઈ સ્ત્રીને પોતાની માતા સમાન માને અને જે સ્ત્રી પરપુરુષને સહોદર ભાઈ જેવો ગણે તેઓને જ આ નિજીયા ધર્મમાં સ્થાન છે. ગૃહસ્થાશ્રમનો ધર્મ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું-સોપાન છે, અને જેઓ એ ધર્મને નિજધર્મ(પોતાનો ધર્મ) માનતા હોય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવા પતિ-પત્ની એકમતવાળા હોય તેઓ આ નિજધર્મ પાળતા હોય છે. આકાશમાં જળ ભરેલાં વાદળો પરસ્પર ટકરાતાં તેમાં પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ-પત્નીના મત અને મનની એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે. એક મત, એક મન, પ્રભુ ભજન, નેકી-ટેકી, પરહિતમાં સહાય કરે, અચલ, અગડ મન, વિવેકભરી વાણી ઉચ્ચારે, આ મારું અને આ તારું એવો ભાવ ન લાવે, એવા એક ધર્મવાળા ઉપાસક નર-નારી પરમેશ્વરનું ભજન ભાવમાં ભરપૂર રહે છે. તેમને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.’ નિજીયા ધરમની વાત ભુલાઈ ન જાય તે માટે રામાપીરે રણુંજામાં પાટોત્સવ કરેલો અને ઉપરોક્ત ઉપદેશ ફરીથી દોહરાવ્યો હતો.

ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં. 1515ની સાલમાં ભાદરવા સુદ-11ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં ભાદરવા સુદ-9ના રોજ સમાધિ લીધેલ. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here