જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો ના થાવ પરેશાન, આવી રીતે મેળવી શકાય છે બીજીવાર

1
171

આજના સમયમાં આપણા સૌના માટે આધાર કાર્ડનો ઉપયોગ ખુબ વધારે છે. આ એક એવો અહમ દસ્તાવેજ છે જેના વગર ઘણા જરૂરી કામ કરી શકવું અઘરું છે. ડ્રાઈવિંગ લાઇસન્સ અને વોટર આઈડી કાર્ડ જેવા પ્રુફ જો ખોવાય જાય તો સંબંધિત વિભાગોનો સંપર્ક કરી બીજી વાર મેળવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો નવું કાર્ડ મેળવવા માટે શું કરવું જોઈએ? અમે તમને જણાવી દઈએ સાચો ઉપાય

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણની ઓફીશીયલ વેબસાઈટ પર અમુક સમય પહેલા એક ઓપ્શન આપવામાં આવ્યો છે એ ઓપ્શન દ્વારા તમે તમારા આધાર કાર્ડને ફથીથી પ્રિન્ટ કરી શકો છો.marugujarat

ફરીથી પ્રિન્ટ કરાવતા પહેલા કરો આ જરૂરી કામ 

આધાર કાર્ડ ને બીજી વાર પ્રિન્ટ કરાવવા માટે પહેલા તમારે ૫૦ રૂપિયા ફીસ આપવી પડશે. UIDAI ની વેબસાઈટથી આધાર કાર્ડને પ્રિન્ટ કરતા પહેલા આ પણ જરૂરી છે કે તમને તમારા આધાર કાર્ડનો આખો નંબર યાદ હોવો જોઈએ. એના માટે તમે હંમેશા તમારા આધારની એક ફોટોકોપી સાચવીને રાખો અથવા આધાર નંબર કોઈ પણ સુરક્ષિત જગ્યા પર લખી રાખો. બીજી વાત એ કે તમારી પાસે રજીસ્ટર નંબર પણ સાથે હોવો જોઈએ. જે તમે આધાર કાર્ડ બનાવતી વખતે આપ્યો હતો તે. એવું એટલા માટે કારણકે બીજી વાર પ્રિન્ટ દરમિયાન તમારા મોબાઈલ નંબર પર  OTP આવશે. OTP નાખ્યા પછી તમને તમારું આધાર કાર્ડ જોવા મળશે.

આધાર રીપ્રિન્ટ કરવા માટે અપનાવો આ સ્ટેપ

  • સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ uidai.gov.in પર લોગ ઇન કરો.
  • વેબસાઈટ ના હોમ પેજ પર My Aadhaar ઓપ્શન માં Order Aadhaar Reprint (Pilot Basis) નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.
  • ત્યાં ક્લિક કરવાથી એક અલગ પેજ ઓપન થશે. અને તેમાં આપડો ૧૨ અંક વાળો આધાર નંબર અને સિક્યોરીટી કોડ નાખવાનો રહેશે.
  • જો તમારી પાસે પોતાનો રજીસ્ટર્ડ નંબર હોય તો Send OTP પર ક્લિક કરો અને જો રજીસ્ટર્ડ નમ્બર હાજર ના હોય તો Do Not Have Registered Mobile Number ચેક બોક્સ પર ક્લિક કરો.
  • ત્યાર પછી મોબાઇલ નમ્બર પર OTP આવશે. એ સ્ક્રીનના જમણી બાજુ દેખાતા OTP બોક્સમાં નાખો.
  • ત્યાર બાદ બીજા પેજ પર પ્રિવ્યુ જનરેટ થશે અને એ ડીટેલ તપાસીને પેમેન્ટ બટન પર ક્લિક કરો.
  • ૫૦ રૂપિયાનું પેમેન્ટ ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા કરી શકાય છે.
  • ફી નું પેમેન્ટ થઇ ગયા પછી સ્ક્રીન પર એક્નોલેજ મેન્ટ મેસેજ આવશે. તેને ડાઉનલોડ કરી લેવું. સાથેજ તમારા મોબાઇલ માં પણ મેસેજ આવશે.
  • તમારું આધાર કાર્ડ પ્રિન્ટ કરીને તમારા એડ્રેસ પર મોકલી આપવામાં આવશે.

1 COMMENT

  1. I like what you guys are up also. Such intelligent work and reporting! Keep up the excellent works guys I¦ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my web site 🙂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here